Translation of a poem by Usha Kishore

By anuvaad

મારી મા

મારી માની રંગબેરંગી સાડીઓ

મારા આંગણમાં સુકાતી

ખંડેખંડ લહેરાતી

એ લઇ આવે ચોમાસુ પવનોને આ આયરીશ સમુદ્ર પરના

દ્વીપના એકાંતમાં.

મારી માની લાલચટક ચૂડીઓ

મા ચાલે, તો મારા મૌનમાં એ રણકે

વીણાના સૂરો સાથે, તબલાના તાલ સાથે.

મારી માની વાનગીઓ ચટાકેદાર

કંઇક સભ્યતાઓ વટાવતી

આ વાનગીઓ, મારા તાળવાને તમતમાવે

પહાડી તેજાણાથી અને ઘરના ઝુરાપાથી.

માના ખોળામાં મારાં બાળકો.

મા એમને હાલરડાં ગાય

નારીએળીમાંથી સૂસવતા પવનો વડે

આ હાલરડાંઓ ચીતરી દે મારા ભાવોને.

મારી મા હાજરાહજૂર

મારા આવાસને ગીતાના ગાન વડે મઘમઘાવતી

અને હું પસ્તાવે પાછી ફરેલી દીકરી

ઘેર પોતાની પાસે આવી જાઉં.

- અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા

4 Responses to “Translation of a poem by Usha Kishore”

  1. ડી Says:

    સખ્ખત…..!!!

  2. pragnaju Says:

    સુંદર રચના.
    અને હું પસ્તાવે પાછી ફરેલી દીકરી
    ઘેર પોતાની પાસે આવી જાઉં.
    હૈયે…
    જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
    કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ?

  3. Usha Kishore Says:

    Hi!

    This is Usha Kishore. Could the translator of my poem please get in touch with me. Thanks.

  4. Dr. Chandravadan Mistry Says:

    Oiginal was in English ? I hope Chandrakant Topiwala & Ushaben talked with eachother. I love to know !

Leave a Reply