Translation of a Tagore poem

જગતમંદિરે

આરતી કરે ચન્દ્રતપન, દેવ માનવ વન્દે ચરણ

બેઠો એ જ વિશ્વશરણ, તારે જગતમન્દિરે !

અનાદિકાળ અનંતગગન એ જ અસીમ મહિમામગન

તેથી તરંગ ઊઠે સઘન આનંદ નંદ નંદ રે !

હાથે ધરી છ ઋતુની ડાળ પાય ધરે ફૂલોની માળ

કેટલા વર્ણ, કેટલી ગંધ કેટલાં ગીત, કેટલાં છંદ રે !

વિહગગીત ગગન છાય જલદ ગાય જલધિ ગાય

મહાપવન હરખે ધાય ગાય ગિરિકન્દરે !

કેટકેટલા ભક્તપ્રાણ ઉલ્લાસે હેરે ગાય છે ગાન

પુણ્યકિરણે ફૂટે છે પ્રેમ તૂટે છે મોહબંધ રે !

–          રવીન્દ્રનાથ ટાગોર

–          અનુવાદ: ચન્દ્રકાત ટોપીવાળા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: