બે નારી
કોઇ એક ક્ષણે
ઉત્પત્તિની, સમુદ્રમંથને
અતલનું શય્યાતલ છોડી નીસરી બે નારી.
એક હતી ઉર્વશી, સુન્દરી
વિશ્વ કામનાના રાજ્યની એ રાણી
સ્વર્ગની અપ્સરી
બીજી હતી લક્ષ્મી તે કલ્યાણી
વિશ્વજનની રૂપે જાણી
સ્વર્ગની ઈશ્વરી.
એક હતી તપોભંગ કરી
ઉચ્ચહાસ્ય અગ્નિરસે ફાગણનું સુધાપાત્ર ભરી
વસન્તના પુષ્પિતપ્રલાપમાં
રાગયુક્ત કેસૂડાના છાકમાં
નિદ્રાહીન યૌવનના ગાનમાં
પ્રાણ – મન લઇ જાય હરી.
બીજી હતી
(પ્રાણમન) પાછાં વાળે
આંસુઓના શિશિરસ્નાને, સ્નિગ્ધ વાસનાના બહાને
હેમન્તના સોને મઢ્યા સફળને પૂર્ણશાંત સ્થાને
પાછા વાળે
નિખિલના આશીર્વાદ સંગ
સ્થિર લાવણ્યનાં સ્મિતહાસ્ય મધુરઉમંગ.
વાળે ધીરે
જીવનમૃત્યુના
પવિત્ર સંગમતીર્થે
અનંતની પૂજાના મન્દિરે.
– રવીન્દ્રનાથ ટાગોર
– અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા
July 29, 2008 at 2:01 am |
સ્થિર લાવણ્યનાં સ્મિતહાસ્ય મધુરઉમંગ.
વાળે ધીરે
જીવનમૃત્યુના
પવિત્ર સંગમતીર્થે
અનંતની પૂજાના મન્દિરે.
સુંદર કવિતા
તેવો જ ભાવવાહી અનુવાદ્