ખતમ કરી દો પૈસાનું રાજ
ખતમ કરી નાખો પૈસાને
કાઢી મૂકો એને જીવનમાંથી બહાર.
પૈસો છે વિકૃત વૃત્તિ
ને છે છૂપા દુશ્મન જેવું તત્ત્વ
સડી જાય છે જેનાથી
ચિત્ત, લોહી, હાડકાં, જઠર અને આત્મા.
સમાજના વ્યવહારનો
આજે છે તેનાથી જુદો
સ્થાપો નવો મૂલાધાર
કરીને દૃઢ નિર્ધાર.
હોવી જોઇએ પરસ્પર વિશ્વાસમાં શ્રદ્ધા
અને સાદા જીવન માટેની નમ્ર ઇચ્છા
દરેક માણસને મળવા જોઇએ વિના મૂલ્યે
ઘર, ખોરાક અને ઉષ્મા
મળે છે જેમ પક્ષીને !
અનુવાદક: મહેશ દવે
Leave a Reply